કોરોનાની કકળાટ હાસ્યની હળવાશ - ૨

(12)
  • 7.5k
  • 1
  • 4.7k

કોરોનાની કકળાટ વચ્ચે હાસ્યની હળવાશ : પાર્ટ-2હજુ તો ઘરની ડોરબેલ વગાડી એન્ટર થયો કે સામે પત્ની સેનેટાઇઝર લઈને ઊભી હતી, મને કહે લ્યો પહેલા હાથ ધુઓ… અને સાંભળો સીધા બાથરૂમમાં જતા રહો… ક્યાંય અડતા નહીં… ફુવારા નીચે ઊભા રહી પહેરેલે કપડે જ માથાબોળ નાહી લો… ભીના કપડાને ગરમ પાણીની ડોલમા નાખી દેજો… અને હા, આખા શરીરે બે વખત સાબુ ઘસજો… આ તમારો ટુવાલ બાથરૂમની બહાર મુક્યો છે, લઈ લેજો… મને થયું હું નીચે શાક લેવા ગયો હતો કે કોઈની સ્મશાનયાત્રામાં..??મહારાષ્ટ્રમાં લૉકડાઉન ૩ મે સુધી વધ્યું… ફરી પાછા પંદર દિવસ સુધી ઘરમાં ભરાઇ રહેવાનું, મંગળ પર જીવન વિકસાવવાની વાતો કરતો માણસ