રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 20

(117)
  • 3k
  • 8
  • 1.6k

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૨૦ મેઘનાને પથ્થર પાછળ સુરક્ષિત રાખવાનાં હેતુથી રુદ્રએ પોતાની સામે ઊભેલાં બે ભીમકાય દૈત્યોનો સામનો કરવાનો મક્કમ નિર્ધાર કરી લીધો હતો. એક અંગરક્ષકની સાથે રુદ્ર હવે મેઘના માટે એનું સર્વસ્વ બની ચૂક્યો હોવાથી રુદ્ર માટે પોતાનાં જીંદગી દાવ પર મૂકીને મેઘનાનો જીવ બચાવવો પોતાનું પરમ કર્તવ્ય બની ગયું હતું. હજુ પણ એ બંને દૈત્યો ઘુરકાટ કરતાં રુદ્રની તરફ જોઈ રહ્યાં હતાં. એમની આંખોમાં દેખાતી ક્રૂરતા એ તરફ ઈશારો કરી રહી હતી કે રુદ્રને તેઓ પોતાનો શિકાર માની રહ્યાં છે. પોતાનાં હાથમાં રહેલાં શિયાળનું વધ્યું ઘટ્યું માંસ પોતાનાં મોંઢામાં નાંખ્યા પછી એ બંને દૈત્યોએ પોતાનાં બંને