જ્યાં ઉંમરરૂપી આંકડાઓનું કોઈ જ મૂલ્ય હોતું નથી, કેવળ હોય છે તો, એકબીજા પ્રત્યેની આત્મીયતા, આદરભાવ અને પ્રેમરૂપી કરુણા ની લાગણી, તથા એ સંગમરૂપી દરિયો એટલે પરિવાર! વડવાઓનો એ સોનેરી વૈવિધ્યપૂર્ણ પરિવાર નું માળખું અને અત્યાર નું આધુનિક પરિવાર નું માળખું ફક્ત ફરક છે, નજરીયાનો તથા વિચારશ્રેણીનો. આપણા વડવાઓ એવા સમાજની વિચારસરણીને અનુસરતા કે જ્યાં પ્રતિષ્ઠા અને આદરભાવને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવતું હતું. એ સમયમાં પરિવારમાં કેટલાય રીતરિવાજો હતા. જે આપણને હજી પણ ગામડાના કેટલાક કુટુંબોમાં સહેજે દેખાય જતા હોય છે. જેમ કે સ્ત્રીઓ પોતાની મોટી ઉંમરના વડીલો ની લાજ કાઢતી