લોસ્ટેડ - 11

(51)
  • 6.5k
  • 2
  • 4.3k

લોસ્ટેડ - 11 રિંકલ ચૌહાણ"જીજ્ઞાઆઆઆ...." આધ્વીકા એ ઉઠતા જ એક ચિસ નાખી. આધ્વીકાની ચિસ સાંભળી ઈ. રાહુલ અંંદર દોડી આવ્યા. આધ્વીકા એ જ્યાં હતી એ ઓરડાનું નિરીક્ષણ કરે છે."તમે કોણ છો? હું અહીં કઈ રીતે આવી અને જિજ્ઞા ક્યાં છે?" આધ્વીકા જિજ્ઞાસા ને આજુબાજુના જોતાં ટેન્શનમાં આવી જાય છે. એ પોતાનો ફોન શોધે છે. એની નજર ટેબલ પર જાય છે. ત્યાં એનો ફોન પડ્યો હતો. એ ફોન ખોલે છે, ફોનમાં 3 કલાક જિજ્ઞા નો મેસેજ આવેલો હતો, "હું અમદાવાદ જવા નીકળી ગઈ છું. ઘર અને ઓફિસની ચિંતા બિલકુલ મત કરજે દી....દી.... હું બધાનું ધ્યાન રાખીશ. તારું કામ પતાવી જલ્દી આવી જજે. ટેક