જીવનમાં આપણે કેટલી બધી આશા સાથે જીવીએ છે અને ખરેખર તો આશા જ જીવન જીવવાનું મનોબળ પૂરું પાડે છે. આશા વગર ની જિંદગી તો નકામી બની જાય છે. કોઈ ને ધનવાન બનવાની આશા હોય છે તો કોઈ ને પોતાનો પ્રેમ મળવાની આશા, કોઈ ને પરીક્ષામાં સફળ થવાની આશા હોય છે તો કોઈ ને પોતાની લોન પાસ થઇ જવાની આશા ! વિશાળ સમયરૂપી સમરાંગણ માં નસીબહીન માનવી કંઈક એવી રીતે ફસાય છે, ના પાછળ જઈ શકે છે ના આગળ વધી શકે છે, બસ આશા ના બાણ થી ઘવાય છે !! જવાબદારી વગર નું જીવન ખરેખર સુંદર હોય છે અને એટલે જ