પ્રેત યોનીની પ્રીત... પ્રકરણ-41 વિધુ એક્ષીડન્ટ પછી 15 દિવસ સુધી લગભગ હોસ્પીટલમાં રહ્યો. એને પુરુ ભાન આવી સ્વસ્થ થયો હતો અને માં ને પૂછેલું કે માં તેં તો વૈહીદુની કંકોત્રી જોઇ હતી ને ક્યારે લગ્ન છે એનાં ? માં એ કહેલું વિધુ આજેજ છે સાંજના 7.30 વાગ્યાનાં હસ્તમેળાપ છે. હવે એને ભૂલી જા તારાં જીવનમાં એ કાળા દિવસો હતાં તને ભ્રમિત કરી દુઃખી કરવા જ આવી હતી. આટલો બધો વળગાડ તને છે તો એ છોકરીને એક ક્ષણ તારો વિચાર ના આવ્યો ? એને ના થયું કે મારો વિધુ હોસ્પીટલમાં જીવન મરણનાં ઝોલા ખાતો સારવાર લઇ રહ્યો છે. એનું હૃદય ના કકળ્યુ