સુખદ મેળાપ - ૬

(12)
  • 3.2k
  • 1
  • 1.5k

આટલું કહી એ ઉભી થઇ, મને ખ્યાલ આવ્યો કે બસ અહીં જ અમારી મુલાકાત પૂરી તું થઇ. હવે આ કોફી પણ મને ઝેર જેવી લાગશે. અમે બંને કોફી શોપની બહાર આવ્યા અને કઈ પણ બોલ્યા વિના અમે રિક્ષા સ્ટેન્ડ તરફ ચાલવા લાગ્યા. મે એણે કહ્યું હું તને ઘરે મૂકી જાઉં પણ એણે તરત જ ના કહી અને રિક્ષા તરફ ચાલવા લાગી.રિક્ષામાં બેઠા પછી મારી તરફ ફરી આવજો કહેવા ત્યારે મારાથી અનાયાસે પુછાઇ ગયું કે તારું નામ તો જણાવતી જા.આ સાંભળી એના ચહેરા પર આછું સ્મિત આવી ગયું અને સ્મિતમાં પણ દર્દ છુપાયેલ હતુ. આખરે જતા પહેલા એણે એનું નામ જણાવ્યું