તરસ પ્રેમની - ૨૧

(56)
  • 3.8k
  • 7
  • 1.7k

નેહા,મિષા,પ્રિયંકા,મેહા અને પ્રાચી કેન્ટીનમા બેઠાં હતા. મેહાની આસપાસ ઘણાં યુવકોનાં આંટા ફેરા વધી જતા. મેહા:- "Thank God કે નિખિલભાઈ આ કૉલેજમાં નથી. નહીં તો આ યુવકોની બોલતી બંધ કરી દેતે. સારું થયું કે નિખિલભાઈ બરોડાની કૉલેજમાં જતા રહ્યા."મિષા:- "હા યાર નહીં તો તને તો નજરકેદમાં રાખતે પણ સાથે સાથે અમે ત્રણ પણ નિખિલની નજરકેદમાં આવી જતે."પ્રાચી:- "મેહા એવું કેમ બોલે છે? મોટો ભાઈ હોય તો કેટલું સારું. આપણું કેટલું ધ્યાન રાખે. કોઈ યુવક આપણી આસપાસ પણ ન ફરકી શકે. તું લકી છે કે તારે મોટો ભાઈ છે. મારે તો બે બહેનો જ છે અને એમાં પણ સહુથી મોટી તો હું જ