કાળુંભા -એક અતિત રેતાળ પ્રદેશ માં નાના-નાના ઝુંપડા બાંધેલા, આજુબાજુ રેતીના નાના ઢગલા અને નજીક ના મેદાન માં ક્યાંક ખેજડી, બાવળ ને આંકડો તથા કાંટાળા થોર સિવાય કઇ નજરે ના પડે ઝુંપડા ની ભીંતે ગાર, માટી અને છાણ ના ના લેપ થી તૈયાર કરેલી. ભીંત ના રાખોડી રંગ માં સવારના ઝીણા તડકામાં પણ ઠંડક નો અનુભવ કરાવે. પૂર્વ દિશામાંથી સૂરજદાદા ડોકિયું કરી બધા લોકોની ઊંઘ ઉડાડવા કિરણોનો પ્રકાશ આંખોમાં આંજતા બહાર આવી ગયા છે. સોનેરી સૂર્ય ના કિરણો ત્યાં પથરાયેલી રેતમાં પડતા સોનાની સવાર થઈ એવું લાગી રહ્યું