અજનબી હમસફર - ૧૩

(29)
  • 4.8k
  • 2
  • 1.7k

બીજા દિવસે દિયા તૈયાર થઈ બહાર અગાસી પર આવી તો ત્યાં સમીર એક્સરસાઇઝ કરી રહ્યો હતો . દિયાને આવતા જોઈ સમીરે એક્સરસાઇઝ બંધ કરી અને દિયા પાસે આવીને ગુડ મોર્નિંગ કહ્યું. " વેરી ગુડ મોર્નિંગ , ચલો નાસ્તો નથી કરવો " દિયાએ કહ્યું. " હા બસ નાહીને આવ્યો "કહી સમીર પોતાના રૂમમાં ગયો. નીચે ઉતરી દિયાએ જોયું તો શારદાબા રસોડામાં કઈક બનાવી રહ્યા હતા. આ જોઈ દિયાએ શારદા બાને કહ્યું, "બા તમારો હાથ હજુ સારો જ થયો છે અને તમારે રસોડામાં શું કામ પડ્યું ? તમારે કશું નથી કરવુ લાવો હું કરૂં ..બોલો શું કરવાનું છે ? "આજે