સમાંતર - ભાગ - ૬

(60)
  • 5.7k
  • 2
  • 3k

સમાંતર ભાગ - ૬આગળના ભાગમાં આપણે જોયું કે ઝલક ભૂતકાળમાં સરે છે. કેવી રીતે મા બાપે ગોઠવેલા સંબંધમાં પ્રેમનો એહસાસ ભળે છે. અને વિદિતભાઈની આર્થિક પરિસ્થિતિનો ખ્યાલ આવતા રાજ શું પગલાં લે છે. હવે આગળ..*****દરવાજા ઉપર ઊભા રહીને રાજ ઝલકના પરિવારની આર્થિક ચિંતા સાંભળી જાય છે. બીજા દિવસે એના પપ્પા ફોન પર આગ્રહ કરીને વિદિતભાઈને સાદાઈથી લગ્ન કરવા મનાવી લે છે ને આ વાત ઝલકના હૃદયને ખૂબ જ સ્પર્શી જાય છે. "જોને પ્રેમે કરી છે આજે એવી એક રજૂઆત,જાણે સમજણની પેલે પાર થઈ નવી એક શરૂઆત.!"આમને આમ લગનનો દિવસ આવી ગયો. ભલે મર્યાદિત મહેમાનોને નિમંત્રણ હતું તો પણ એક એક વસ્તુનું