દુઆ-બદદુઆ

(42)
  • 4.2k
  • 2
  • 1.4k

દુઆ-બદદુઆ - મિતલ ઠક્કર હોટેલમાં પ્રવેશતાં જ ગાર્ગીની નજર એ માણસ પર ચોંટી ગઇ. દૂરથી તો એ જ લાગતો હતો. પોતે ટેબલ બુક કરાવ્યું હતું. એ એની પાસેનું જ હતું. ગાર્ગી મૂંઝવણમાં મુકાઇ ગઇ. એ એકલો જ લાગતો હતો. હમણાં જ વેઇટર તેને મળીને ગયો હતો. હોટેલના માણસે તેને એની બાજુના ટેબલ પર જ જવાનો ઇશારો કર્યો હતો. શું કરવું એ જ સમજાતું ન હતું. તે મોબાઇલ હાથમાં લઇ અચાનક હોટેલના મુખ્ય દ્વાર પર આવી ગઇ. તે કોઇ નિર્ણય લઇ શકતી ન હતી. આજે હસમુખ રાત્રે જમવાનો ન હતો. ગાર્ગીને થયું કે આજે તે કોઇ હોટેલમાં જમવા જાય. તેણે હસમુખને આ