મધર્સ ડે

  • 2.6k
  • 1k

જાણો છો આજે મધર્સ ડે છે.આખી દુનિયામાં માતાની સરખામણીમાં કોઈની સાથે પણ ના થાય. તેની મમતા, કરૂણા, ત્યાગ, પ્રેમ બધાની આગળ કરોડની સંપત્તિ પણ ઓછી પડે.કહેવાય છે કે એક સ્ત્રી માં ત્યારે બંને જ્યારે તે બાળકને જન્મ આપે.એટલે એમ જોવા જઈએ તો માતાની ઉંમર અને તેના બાળકોની ઉંમર એકસરખી જ કહેવાય.એક સ્ત્રી જ્યારે માતા બને છે ત્યારે તેની અંદર ઘણા બદલાવ આપોઆપ જોવા મળે છે.તમને એક વાર્તા દ્વારા કાંઈક કહેવાની કોશિશ કરીશ. આશા રાખું તમને પસંદ આવે.અર્ચના પંડ્યા નામની એક સ્ત્રી હતી. તેના પતિનુ માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. ઘરની આર્થિક પરિસ્થિતિ સારી નહોતી અને તેની વચ્ચે તેના બે બાળકોને