હું તારી યાદમાં 2 (ભાગ - ૪)

(15)
  • 3.1k
  • 1.5k

મેં શિખાએ મોકલેલો મેઈલ ઓપન કર્યો અને અને એમાં નજર ફેરવીને પ્રોગ્રામ અને એપની ડિટેઇલ્સ ચેક કરી. પછી મેં કલાયન્ટ જોડે કોન્ટેકટ કર્યો અને કનેક્ટ કરીને લગભગ 1 કલાક જેવી માથાકૂટ પછી મને એ બગનું સોલ્યુશન મળ્યું અને મેં મારું કામ પૂરું કર્યું. મેં મારી ઘડિયાળમાં જોયું તો સવારના 11:30 જેવો સમય થઇ ગયો હતો. આજે હું ઓલરેડી ટિફિન લઈને નહોતો આવ્યો. આજે મને પહેલીવાર ઓફિસમાં બેઠા બેઠા આટલો બધો કંટાળો આવતો હતો અને કોઈ કામમાં મન નહોતું લાગતું. મન થતું હતું કે ત્યાં જઈ આવું અને એકવાર એનું મુખડું જોઈ આવું પણ ત્યાં જવામાં પણ અવરોધ હતો કારણકે અત્યાર