બી પોઝિટિવ - રિપોર્ટર

  • 3.9k
  • 2
  • 1.5k

આ બુધવારે એક પ્રેરણાદાયી ઘટના બની.છોટુ નામના એક વ્યક્તિએ કેરી વેચવાનો ધંધો શરૂ કરવાનું વિચાર્યું, કે જેથી એ આત્મનિર્ભર બની પરિવાર માટે રોજીરોટી કમાવી શકે.એણે રૂ 30,000 નું રોકાણ કરી કેરીઓ ખરીદી અને દિલ્લીનાં જનકપુરી વિસ્તારમાં વેચવા ગયો.સાહસ કરનાર માટે પણ સફળતાનાં ચડાણ કપરા હોય છે, ધંધો કરવો છોટુ માટે બહુ સરળ નહોતો, એને હજુ ઘણી તકલીફો સહન કરવાની બાકી હતી. પરીક્ષા લીધા વગર તો ભગવાન પણ વરદાન આપતાં નથી એટલે છોટુ માટે પરીક્ષા હજી બાકી હતી. એણે હજુ કેરીઓના બોક્સ ગોઠવ્યા જ હતાં કે ત્યાંના રિક્ષા વાળાઓએ વાંધો ઉઠાવ્યો. અહીં દરેક જીવ ને એક પ્રતિસ્પર્ધી મળી જ જાય છે