...તો મોડું થઈ જાત

(16)
  • 2.3k
  • 2
  • 619

** .. તો મોડુ થઈ જાત !! ** એક નાનકડા શહેરની નવી બનેલી સોસાયટીમાં નિકુંજ અને મોહિનીએ નવો બંગલો ખરીદી થોડા સમય પહેલાં ત્યાં રહેવાનુ શરૂ કર્યું હતું. નિકુંજ યુવાન અને ઉત્સાહી હોવાથી તેને સર્વાનુમતે સોસાયટીના સેક્રેટરી તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. આ સોસાયટીમાં રહેતા લોકો સમૃધ્ધ હતા. લોકડાઉન થયાને એક મહિનો પસાર થઈ ગયો હતો. નિકુંજે સોસાયટીના સભ્યોની મિટિંગ બોલાવી તેમની સોસાયટીની બાજુની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને મદદરૂપ થવા આહ્વાન કરતાં બધા લોકોએ ખૂબ સારો ફાળો લખવ્યો હતો. તે રકમમાંથી ઝૂપડપટ્ટીના સિત્તેર ઘરોને જરૂરિયાતનો સમાન પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની તૈયાર કરેલી કીટનું વિતરણ કરવા નિકુંજ અને સોસાયટીના બીજા