બસ પછી તો પુછવું જ શું? મને તેની દરેક વાત સારી લાગતી. તેનું હસવું, આંખોના ઉલાળા, વાળની મોકળી લટો... બસ જોયા જ કરૂ. બસ ત્યારબાદ મારૂ કાર્ય શરૂં થયું. તેને પામવાનું કાર્ય. સાથે સાથે ડર પણ લાગતો કે તે મારી નહી થાય તો? પણ પછી એવા ખરાબ વિચારો હું મારા મનમાંથી કાઢી નાંખતો. શિક્ષકો પણ વારંવાર ટોક્યા કરતા:”ભણવામાં ધ્યાન રાખ. બીજે ધ્યાન રાખવું હોય તો વર્ગની બહાર જતા રહો.” પણ શું કરવું મને તેનું ચરસી બંધાણ થઈ ગયું હતું. વારંવાર તેની તરફ જોવાઈ જ જવાતું. એવામાં ખબર પડી કે એક મારો મિત્ર વિરલ તેની સાથે અગાઉ અભ્યાસ કરતો હતો. તેની