રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 18

(112)
  • 3.3k
  • 7
  • 1.6k

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૧૮ પચાસ સૈનિકોની ટુકડી સાથે અકીલા એ મેદાનમાં આવી પહોંચ્યો જ્યાં થોડાં સમય પહેલાં રુદ્ર મેઘનાને અશ્વરોહણની તાલીમ આપી રહ્યો હતો. રુદ્ર દ્વારા રાજકુમારી મેઘનાને શસ્ત્રવિદ્યાની તાલીમ આપવામાં આવી રહી છે, એવું જ્યારે અકીલાએ સાંભળ્યું ત્યારથી જ એનું મગજ રુદ્રની હત્યા માટેનું ષડયંત્ર બનવવામાં પરોવાઈ ગયું હતું. રુદ્ર દ્વારા સામે ચાલીને અગ્નિરાજ દ્વારા આપવામાં આવેલ રાજ્ય વહીવટકર્તાનાં પદનો ત્યાગ કરી અકીલાનું નામ આ પદ માટે સૂચિત કરવામાં આવ્યું હતું. આમ છતાં ભવિષ્યમાં રુદ્ર પોતાનાં પુત્રનું સેનાપતિ બનવાનું સપનું તોડવામાં કારણભૂત બની શકે છે એવી શંકા હેઠળ અકીલાએ રુદ્રની હત્યા કરવાનું હીચકારું પગલું ભર્યું હતું. અકીલાના