થેન્કયુ કોરોના

  • 4.1k
  • 2
  • 1.3k

થેન્કયુ કોરોના ભુકંપ,પુર,રોગચાળો,યુદ્ધ, વિશ્વની સામાજીક, આર્થિક પરિસ્થિતિને અસ્થિર કરી નાંખે છે. કોરોના વાયરસનું નામ સાંભળતા જ તેના પ્રત્યે ગુસ્સો, ફિટકાર, ધ્રુણા આવે જ. કોરોના વાયરસની શરુઆત જયાંથી થઇ તે દેશ પ્રત્યે પણ વિશ્વભરના લોકોને ગુસ્સો અને દુખ પણ છે. છતાંય આપણે કોરોના ને થેન્કયુ કહેવુ જોઇએ એવુ મારુ માનવુ છે.કોરોના વાયરસની શરુઆતી સમયમાં વિશ્વભરમાં હાહાકાર મચી ગયો હતો અને આ એક મહામારી હોવાથી લોકોમાં ભયનો માહોલ પણ ઉભો થયો હતો. કોરોના વાયરસને લીધે લોકોએ પોતાના સ્વજન, નોકરી, ધંધા, રોજગાર અને ઘણુબધુ ગુમાવ્યુ છે, છતાંય આપણે કોરોના ને થેન્કયુ કહેવુ જોઇએ.કોરોનાને લીધે આર્થિક-સામાજિક કટોકટી ઉભી થઇ છે. દરેક દેશની સરકાર કોરોના ને