સમયની કઠણાઈ

(87)
  • 3.5k
  • 1
  • 1.2k

સમયની કઠણાઈ"ચલ હટ અહીંથી'..મીઠાઈના દુકાનદારે હાથ લાંબો કરી સામે ઉભેલા સાત-આઠ વર્ષના એક ગરીબ ગરીબ બાળકને ડંડો ઉગામાતા કહ્યું.બે દિવસથી ભૂખ્યો ગરીબ બાળક રડતાં- રડતાં આજીજી કરતો હતો..પણ પથ્થર દિલ સમા મીઠાઈના દુકાનદાર ઉપર એની કોઈજ અસર થતી નહોતી."લાલા તગેડી મૂક આ ભીખમંગાને... ખબર નહીં ક્યાંથી આવી ચડે છે'.. દુકાનદારે ત્રાડ પાડીને એના નોકરને હુકમ કર્યો..લાલો એને કાઢી મુકે એ પહેલા કિશોરે ઉતરેલા ચહેરે ચાલવા માંડ્યું. એનું સુકલકડી જેવું શરીર , ભૂખને પ્રદર્શિત કરતો એનો તેજવિહીન ચહેરો , ઊંડી ઉતરી ગયેલી આંખો જોઈને એવું લાગતું હતું કે આ તેનું બાળપણ છે કે ઘઢપણ ?? હાથ એકદમ પાતળા સોટી જેવા અને