શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર !

  • 10.1k
  • 1.4k

વાત છે ઈ.સ. ૧૯૮૭ની. આખાય મલકની માથે સિતાંસીના દુકાળનો ડોળો ફરતો'તો. હજારો હાથીઓ સમાં રૂની પુણી જેવાં ધોળાં ધબ વાદળાં આખાય આકાશને રોકીને હડિયા પાટી કરતાં'તાં. ગામડાંની હાલત ખૂબ બેકાર બની રહી હતી. શહેરમાં ખરીદી કે અન્ય ચીજ વસ્તુઓ લેવા માટે સ્થાનિક લોકો સિવાય ભાગ્યે જ ગામડાનાં કોઈ લોકો જોવા મળતાં'તાં. ગામડે ગામડે સરકારે રાહત કાર્ય શરૂ કર્યાં હતાં. ક્યાંક સડકનાં કામ તો ક્યાંક તળાવો ખોદાવી લોકોને રોજગારી આપવા સરકાર ય મરણતોલ પ્રયાસ કરતી હતી. દુકાળ તો સૌરાષ્ટ્રની પ્રજાને જાણે કાંઈ સગો થતો હોય એમ અહીં જ પડ્યો પાથર્યો રહેતો. એવો એ ભયંકર દુકાળ અને લોકોને ખાવા રોટલો, પહેરવા