આજે તને હું એકલોજ નથી જોતો હો ! મારું આખું ઘર આજ તારા આંગણે આવી ઉભું છે તું જો તો ખરા ! રોજ હું ખુદને જોવા તારા સામે આવી ઉભો રહેતોતો પણ,આજ હું મુજને નહીં પણ,તને જોવા આવ્યો છું. (સહેજ અટકીને માહી ફરી બોલ્યો ) જો આ પાઉડરનો ડબ્બો ...કેટલીયેવાર તે એને જોયો હશે પણ,તેની સુવાસથી તો તું સાવ અજાણજ હોઈશ ! મેં રોજ ખુદને ચોખ્ખો છું કે ગંદો તે તારા થકીજ નક્કી કરીને સારો બનાવવાનો પ્રયત્ન કર્યો છે પણ તને...હા તને તો હું માંડ મહિને એકાદવાર લૂછતો હોઉં તો ! પણ,હવે એવું નહીં થાય હો.