રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૧૭ મેઘના જેની ઉપર સવાર હતી એ અશ્વ પવન સાથે વાતો કરતો હોય એમ નદીની દિશામાં પુરપાટ ઝડપે આગળ વધી રહ્યો હતો. મેઘના પર આવી ચડેલી આ સંકટને ગમે તે ભોગે ટાળવા માટે રુદ્ર બીજા એક અશ્વ પર સવાર થઈને મેઘના જેની ઉપર સવાર હતી એ અશ્વનો રસ્તો રોકવા આગળ વધી રહ્યો હતો. "રાજકુમારી, તમે અશ્વની લગામ છોડી દો!" મેઘનાને સંભળાય એમ મોટેથી રુદ્રએ કહ્યું. આવી વિપરીત પરિસ્થિતિમાં કોઈ હોય તો લગામ પકડી રાખવાનું કહે, પણ રુદ્ર લગામ છોડવાનું કહી રહ્યો હતો એ મેઘના માટે વિચારવાનો વિષય હતો. લગામ છોડવી કે ના છોડવી એ વિચારવામાં