હદયાનુભૂતિ

(12)
  • 3.3k
  • 1
  • 1k

આ લખી રહ્યો છું ત્યારે સવાર નાં બરાબર ૫:૨૭ થયાં છે. મારી વાત લખાય રહેશે ને આ પોસ્ટ તમારાં સુધી પહોંચશે ત્યારે કદાચ દિવસ મધ્યાહને પણ પહોંચી ગયો હોય એવું બને. અત્યારે તો દિવસ કુમળી કુપણ ની માફક ખીલી રહ્યો છે. હજી દિવસ કળી છે એને ફૂલ બની મહેંકી ઊઠવાને તો વાર છે. મને લખવામાં કોઈ ઉતાવળ નથી, મને અનુભવવાની ઉતાવળ છે. રાત્રે ૧ વાગ્યે સૂતાં પછી પણ એકદમ વહેલી સવારે ઉઠી પડાયું. અત્યારે લોકડાઉન માં ઉતાવળ જેવો શબ્દ કેટલાં વખત થી મારી ડિક્ષનરી માં મેં જોયો નથી. શ્ર્વાસ લેવા સિવાય નું ખૂબજ અગત્યનું કહીં શકાય એવું પણ કશું છે