અરમાન ના અરમાન - 4

  • 4k
  • 1.7k

“ક્યાં જતા રહ્યા હતા તમે બંને?” નવીને આમારી બંને સાથે હાથ મેળવીને પૂછ્યું.“કેન્ટીન..” અરુણે જવાબ આપ્યો.“કેન્ટીન!!!..”એની આંખો ન જાણે કેટલી મોટી થઇ ગઈ એ જાણી ને કે અમે કેન્ટીનમાં જઈ ને આવ્યા છીએ.“શું થયું?” મેં એની ફાટેલી આંખો જોઇને પૂછ્યું.“રેગીંગ થયું તમારા બંનેનું?” રેગીંગ શબ્દ સાંભળીને હું અને અરુણ એક બીજાની આંખોમાં જોવા લાગ્યા જે શું જવાબ આપવો.“નહી, કોઈએ નથી કર્યું.” અરુણે જવાબ આપ્યો.“આજે તો બચી ગયા પણ કાલથી ત્યાં ના જતા સીનીયરો ત્યાં ડેરો જમાવીને જ બેઠા હોઈ છે.” નવીને ચિંતાથી કહયું.“ફાટી ગઈ કે શું!!!” મેં એવી રીતે કહયું કે જાણે વરુણની આઈટમ એ નહિ પણ મેં એના મો