પુસ્તક-પત્રની શરતો - 7

  • 1.9k
  • 833

પુસ્તક-પત્રની શરતો ભાગ-૭ જીની- જોસેફ બંન્ને જીનીનાં પીતાનાં ઘરે રહેવા આવી ગયાં.જીનીનો સ્વભાવ એકદમ બદલાઇ ગયો.તે ફરી પહેલાં જેવી થઈ ગઈ-સાવ સાદી, સરળ અને પ્રેમાળ. જોસેફ જીનીનું પરિવર્તન જોઈને ખુશ જાયો એ સાથે તે એ વાત પણ સમજી ગયો કે કહો ન કહો ગડબડ પેલા ઘરમાં જ હતી. જો એ ધરમાં ગડબડ હતી તો તેની પાછળ સ્પષ્ટ પણે શંકા ટેમ્બર્ક પરિવાર પર જાય તેમ હતી. વિંન્ગસ્ટ વિસ્તારમાં વર્ષોથી રહેતા લોકોને પૂછતાં જોસેફને જાણ થઇ કે ટેમ્બર્ક પરિવાર ત્રીસ વર્ષ પહેલાં ત્યાં રહેતો હતો.એક દવસ જોની ટેમ્બર્કના ઘરે તેનો છોકરો ફિલિપ્સ અને પડોશીના છોકરા રમત-રમતા હતાં.રમતાં રમતાં તે બાળકોને ખબર જ ન