હસતા નહીં હો! - ભાગ ૧

(25)
  • 10.8k
  • 1
  • 4.8k

શીર્ષક:શરદી મારી બહેનપણી જોકે આમ તો મને કોઈ બહુ કે થોડું કંઈપણ પૂછતું જ નથી પરંતુ કોઈનો મગજ ફરી જાય ને મને એવું પૂછી બેસે કે ,"તમારી બહેનપણી કેવી હોવી જોઈએ?" તો હું કહું કે મારે તો જૂની,જાણીતી એક શાશ્વત અને આદર્શ બહેનપણી હોવી જોઈએ અને છે પણ તે શરદી. એવું એટલા માટે કે શરદી કોઈ દિવસ મને છોડવા માંગતી જ નથી જાણે તેને અન્ય રોગો પાસેથી લોન લઈને મારા અસ્વસ્થ શરીરમાં એક ફ્લેટ ન ખરીદી લીધો હોય! બાળપણથી મારા શરીરની એક રોગપરંપરા રહી છે કે જ્યારે જ્યારે મારી છ માસિક,નવ માસિક કે વાર્ષિક પરીક્ષાઓ આવે