ચાલ કહું આજે તને ( પ્રેમ પત્ર )

  • 7.8k
  • 1
  • 2k

આમ તો મેં આજ પહેલા આવું કંઈ પણ લખ્યું નથી કોઈ માટે, પણ આજે તારા માટે લખી રહ્યો છું. લખવાં પાછળ પણ કોઈ એવું ખાસ મોટું કારણ તો નથી જ. ઉછેર અને સુંદર ફૂલો માટે નાના છોડને જેમ પાણી આપવું જરુરી છે,તેમ પ્રેમને પણ શબ્દોની જરુર હોઈ છે. શબ્દો વડે જ લાગણીઓ આપી પ્રેમ રૂપી છોડમાં ફુલ આવે છે. મેં ક્યાંક વાંચેલું અને સાંભળેલું પણ છે કે “writing a letter is the best way to express feelings”… પણ કોઈ દિવસ એનું ઈમ્પ્લીમેન્ટેશન નથી કર્યું. આજે મારે તને એક વાત કહેવી છે. એટલે જ આજે હું તને પત્ર લખી રહ્યો છું.