એક શબ્દ ઘાયલ કરે, એક શબ્દ તારે. - 3

  • 3.2k
  • 1
  • 901

બધા પરીક્ષાની તૈયારીઓમાં વ્યસ્ત હોય છે. માત્ર આઠેક વિદ્યાર્થીઓ આવ્યા છે. આજે બધાને બેન્ચના બદલે રાઉન્ડ ટેબલના ફરતે બેસવાની સૂચના હતી. બધાં બેઠા છે. ભણવાનું ચાલુ થાય છે. અને સર ક્યાંક થોડીવાર બહાર જાય છે. બધા વાતો કરતા હોય છે.ત્યાંજ એક છોકરી શાવેઝ સામે જોઇને બોલી, “જુઓ તો ખરા શાવેઝ આજે કેવો સરસ લાગે છે.” અને શાવેઝના ચહેરા પર હાસ્ય ફરી વળ્યું. એને તો જાણે જીવનદાન મળ્યું. અરે હું પણ સારો છું!અપાર ખુશી એના ચહેરા પર છલકાતી. ખૂબ ખુશ થઈ ગયો, આજે વર્ષો પછી આ શબ્દો સાંભળ્યા. કોઈકે તો મને સારો કહ્યો. હવે હું જીવીશ.દોડતો દોડતો ઘરે જઈને એના રૂમમાં