પુસ્તક-પત્રની શરતો - 6

  • 2.3k
  • 1.1k

પુસ્તક-પત્રની શરતો ભાગ-૬ સવારે ઉઠયાં બાદ જોસેફે એક સાઈકેસ્ટ્રીકની એપોઇમેંન્ટ લીધી છે એમ જીનીને કહ્યું.જીનીએ જ્યારે કારણ પૂછ્યું તો જોસેફે બેધડકપણે ઉંઘમાં તે કકળાટ કરે છે માટે સ્તો, સાઇકેસ્ટ્રીકની અપોઈમેંન્ટ લેવી પડી એમ જરા અકડાઈ ને બોલી ગયો. સમય થતાં જીની રડમસ મોંઢે, ચૂપચાય કારમાં બેસી ગઇ-પતિએ કોઈ દિવસ નહી અને આજે આટલા ઊંચા અવાજે વાત કરી હતી તેને લીધી તો જીની ઉદાસ હતી. જોસેફે દવાખાના ભણી ગાડી હંકારી મૂકી. અડધો કલાક પછી તો જીની જોસેફ બંન્ને દવાખાનામાં સાઈકેસ્ટ્રીક સામે બેઠા હતો.જોસેફ ડોકટરને ખૂણામાં લઈ-જઈને જીનીના બદલાયેલાં વાણી વર્તન વીશે અવગત કરાવ્યાં. જોસેફની વાત સાંભળ્યા પછી ડાકટરે કહ્યું, "જો એવું જ હોય તો હિપ્નોટાઈઝ કરીએ. હાલ ખબર પડી જશે.શું