સમાંતર - ભાગ - ૫

(64)
  • 6.1k
  • 3
  • 3.1k

સમાંતર ભાગ - ૫આગળના ભાગમાં આપણે ઝલક અને એના પરિવારનો પરિચય કેળવ્યો જેથી આગળ જતા એની મનોસ્થિતિ સમજી શકાય. એના બાળપણથી માંડીને રાજ જોડે સગાઈ સુધીની ઘટનાથી આપણે વાકેફ થયા. અને અંતમાં પાછા વર્તમાનમાં આવ્યા જ્યાં બેચેન ઝલક ફોટાના આલ્બમ લઈને બાલ્કનીમાં જઈને બેસે છે. હવે આગળ... *****"થાય છે એક ડૂબકી લગાવી આવું યાદોના સાગરમાં,ને વીણી આવું એ મોતી જે પડ્યા છે સ્મૃતિના તટમાં.!કંઈ કેટલું સંગ્રહીને શાંત બેઠો છે અહીં જે સાગરતટ,થાય છે એને હિલોળી ઝંઝોળી આવું હું ક્ષણભરમાં.!"ઑગસ્ટ મહિનો હોવાથી વાતાવરણમાં થોડો બફારો હોય છે, તો પણ ખુલ્લી હવામાં ઝલકને થોડું સારું લાગે છે. એને હંમેશા ખુલ્લી હવામાં બેસવું ગમતું