આર્યરિધ્ધી - ૪૯

(28)
  • 2.5k
  • 1
  • 1k

આખરે એ દિવસની સવાર થઈ ગઈ જ્યારે આર્યવર્મન બધાની સમક્ષ એક એવી હકીકત કહેવાનો હતો જે સાંભળીને બધાની ઊંઘ ઊડી જવાની હતી. સંધ્યાએ આંખો ખોલી ત્યારે જોયું કે આર્યવર્મન તેને પોતાની બાહોમાં જકડીને સૂઈ રહ્યો હતો. સંધ્યાએ ઊભા થવા માટે પોતાને છોડાવવાનો પ્રયત્ન કર્યો પણ પોતાને છોડાવી શકી નહીં એટલે તે થોડીવાર સુધી સૂતાં સૂતાં આર્યવર્મન નિહાળતી રહી. આર્યવર્મને આંખો ખોલી ત્યારે તેણે જોયું કે સંધ્યા તેની બાહોમાં સમાઈને તેણે નિહાળી રહી હતી. એટલે તે તરત સંધ્યાને મુક્ત કરીને બેઠો થઈ ગયો. સંધ્યા પણ ઊભી થઈને બોલી, “આર્ય, હું શાવર લઈને આવું છું. ત્યાં સુધી તું પણ તૈયાર થઈ જા.” આટલું