રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 16

(109)
  • 3.5k
  • 11
  • 1.9k

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૧૬ રત્નનગરીમાં જ્યાં રાજકુમાર રુદ્ર નિમલોકો સાથે મનુષ્યો દ્વારા કરવામાં આવેલી અત્યાચારી અને અન્યાયી સંધીનો નાશ કરવાની ઈચ્છા સાથે અગ્નિરાજના મહેલમાં પહોંચી ચૂક્યો હતો ત્યાં પાતાળલોકમાં રુદ્રનું પૃથ્વીલોકમાંથી પાતાળલોકમાં પુનરાગમન નહીં થતાં ચિંતિત રાજા દેવદત્ત ગુરુ ગેબીનાથનાં આશ્રમે પહોંચી ચૂક્યાં હતાં. દેવદત્ત જ્યારે ગેબીનાથનાં આશ્રમમાં પહોંચ્યાં ત્યારે ગેબીનાથ ધ્યાનમાં બેઠાં હતાં. ત્રિકાળ જ્ઞાન ધરાવતાં ગેબીનાથને રાજા દેવદત્તનાં આશ્રમમાં પગ મુકતાં જ એમનાં આગમનની જાણ થઈ ગઈ એટલે તેઓ પોતાની ધ્યાન પ્રક્રિયામાં વિરામ લઈ પોતાની ઝૂંપડીમાંથી બહાર આવ્યાં. ગેબીનાથને જોઈ દેવદત્ત એમની તરફ આગળ વધ્યો, જોડે પહોંચી ચરણસ્પર્શ કરતાં બોલ્યાં. "પ્રણામ ગુરુવર." "નિરોગી ભવ. અહીં આમ