શમિતાની રીસ

(46)
  • 4.3k
  • 3
  • 1.5k

રીસ - મિતલ ઠક્કર શમિતા ઘરમાં વહુ બનીને આવી ત્યારે તરલના પરિવારને ખબર ન હતી કે તેમણે એના વિશે મેળવેલી બધી જાણકારીઓમાં એક રહી ગઇ હતી. તરલના માતાએ શમિતાને વહુ તરીકે પસંદ કરતાં પહેલાં પોતાના ઘણા સગાંઓને તેના સ્વભાવ અને સંસ્કાર વિશે પૂછ્યું હતું. બધાએ જ સારો રીપોર્ટ આપ્યો હતો. એ સાચો પણ હતો. તે સ્વભાવે લાગણીશીલ અને કામગરી હતી. તે આવતાની સાથે જ પરિવારમાં ભળી ગઇ હતી. તેના માટે કોઇને ફરિયાદ ન હતી. પણ એક બાબત તેના સ્વભાવની ખામી કહો કે આદત એ વિશે કોઇ પાસેથી જાણકારી મળી ન હતી. તરલ એક અઠવાડિયું શિમલા હનીમૂન પર જઇ આવ્યો તો