તરુવર !!

  • 3.6k
  • 1
  • 953

ઉનાળો તેની ભરયુવાનીમાં તપતો હતો. ગાડીનું એર કન્ડિશનર ખરાબ થઈ ગયેલ ને વળી, લાંબી મુસાફરીનાં કારણે શરીરમાં પણ થાક વર્તાતો હતો, ગાડી આગળ ચલાવવાની શકિત જ જાણે ક્ષિણ થઈ હોય તેમ લાગતું હતું. હું પરિવાર સાથે મારાં જુનાં સ્ટેશનથી પસાર થઈ રહ્યો હતો ને મારી જુની યાદો તાજી થઈ ગઈ. મેં અર્ધાંગિનીને વાત કરી કે ચાલ અહીં થોડો સમય રોકાઈ ક્યાંક આરામ કરી લઈએ. મારી વાત સાંભળી એનાં ચહેરાનાં ભાવ બદલાયાં, જે હું સરળતાથી વાંચી શકતો હતો. તે કહેવા માંગતી હતી કે અહીં કોઈ આપણને ઓળખતું નથી, આપણે કોને ત્યાં જઈશું અને ક્યાં રોકાશુ? પણ એ કંઈ બોલે એ પહેલાં