ચિંતન લેખ.. શ્રી મદ્ ભગવદ્ ગીતા

  • 6k
  • 2.2k

ૐ‌ શ્રી ગણેશાય નમઃ , ક્લીમ્‌ શ્રી કૃષ્ણાય નમઃ શ્રી કૃષ્ણ દ્વૈપાયનાય નમઃ. , શ્રી સરસ્વતયૈ નમઃ સનાતન વૈદિક ધર્મની પરંપરાના જ્ઞાન માં ગીતા શિરોમણી છે. આપણું સદભાગ્ય છે, કે વેદો અને ઉપનિષદો ના સાર રૂપે, મહાભારત મહાકાવ્ય માંથી ભગવદ્ ગીતાનો ઉપદેશ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુન ને ઉદ્દેશીને આપણા સુધી પહોંચ્યો છે. આ ઈશ્વરની અનંત કૃપા સિવાય બીજું શું હોઈ શકે!. ખરેખર સદભાગ્ય છે. કેવળ ૭૦૦ શ્લોકમાં જીવન ના પ્રવાહો ને આવરી જન્મ મૃત્યુ નું રહસ્ય અને જીવની મુક્તિ અને બંધન, તથા પ્રકૃતિ માં પુનરાવર્તન ને સમજાવતું સરળ શબ્દોમાં તત્વજ્ઞાન અને સહજ સમજણ ભર્યો ઉપદેશ છે,જે દરેક દેશ કાળ ધર્મ