રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 15

(115)
  • 3.8k
  • 12
  • 2k

રુદ્ર ની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૧૫ બીજા દિવસે બપોરનું ભોજન લઈ લીધાં બાદ રુદ્ર જ્યારે મેઘનાના કક્ષમાં પહોંચ્યો ત્યારે મેઘના યુદ્ધ અભ્યાસ માટે સંપૂર્ણ તૈયાર માલુમ પડતી હતી. આજે એનાં ચહેરા પર રાજકુમારીને હોય એવાં નાજુક ભાવને બદલે યુદ્ધમેદાનમાં જતાં કોઈ ક્ષત્રીયની માફક દૃઢ ભાવ દ્રશ્યમાન થઈ રહ્યાં હતાં. "રાજકુમારી, તૈયાર છો ને?" રુદ્રએ મેઘનાનાં કક્ષમાં પ્રવેશ કરતાં કહ્યું. "એકાંતમાં મેઘના કહી શકો છો.!" સસ્મિત આટલું કહી મક્કમ ડગલે મેઘના ઉદ્યાન તરફ ચાલી નીકળી જ્યાં એની તાલીમ માટેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી. મેઘનાની પાછળ રુદ્ર પણ ઉદ્યાન તરફ અગ્રેસર થયો. આજે તો મેઘનાએ તાલીમ માટેનાં સ્થાને પહોંચતાં જ પોતાની