નિષ્ફળતા એ જ સફળતાની ચાવી

  • 31.9k
  • 1
  • 10.2k

નિષ્ફળતા.... મિત્રો આજે હું આપની સમક્ષ એક એવા વિષય સાથે આવ્યો છું કે જેના વિશે આપણે આજ કાલ ન્યૂઝપેપર, ટીવી વગેરે મા જોતા હોઈએ છે કે કોઈ પણ વ્યક્તિ ને જોઈતું પરિણામ ન આવવાથી આત્મહત્યા જેવા કઠિન નિર્ણયો તરફ જતા હોય છે. પરંતુ મિત્રો ક્યારેય પણ મહેનત કરવાથી પાછું હટી જવું કે આત્મહત્યા કરી લેવી એ કોઈ પણ સમસ્યાનું પરિણામ કે સમસ્યા હલ કરવાનો રસ્તો નથી. કેમ કે મિત્રો ક્યારેય પણ જીવનમાં આપણને જોઈતું પરિણામ કે જોઈતી સફળતા ન મળે ત્યારે આત્મહત્યા કરવાની જરૂર નથી પરંતુ સાચા અર્થમાં આત્મવિશ્વાસ કરવાની જરૂર છે. કેમ કે સફળતા ક્યારેય નિષ્ફળ ન જવામાં નથી,