અંગારપથ.- ૫૨

(192)
  • 9.6k
  • 11
  • 5.3k

અંગારપથ. પ્રકરણ-૫૨. પ્રવીણ પીઠડીયા. ચોરલા ઘાટ ઉપર આવેલો લક્ઝરીયસ રિસોર્ટ ઘણીબધી અજીબ ઘટનાનો સાક્ષી બન્યો હોય એમ ખામોશી ઓઢીને શાંત થયો હતો. રિસોર્ટની પાછળ અલાયદી જગ્યામાં સર્જવામાં આવેલું અનુપમ વિશ્વ તંગ હતું. સાંજ ઢળવાને હજું વાર હતી છતાં જાણે અંધકારનો ઓછાયો સ્વિમિંગ પુલનાં પાણી ઉપર પથરાયો હોય એમ હિલોળા મારતું પાણી એકદમ સ્થિર બનીને આવનારી ક્ષણોનો ઈંતજાર કરી રહ્યું હતું. રિસોર્ટમાં પથરાયેલી સુંવાળી ગ્રિન લોન ઉપર બે ખૂંખાર પ્રાણીઓ શ્વસી રહ્યા હતા. બન્ને ભયંકર રીતે ઘાયલ થયા હતા. તેમની હાલત એટલી ખરાબ હતી કે તેઓ પોતાની જાતે ઉભા પણ થઈ શકતા ન હતાં. તેમનાં શ્વાસોશ્વાસ ભયાનક તેજીથી ચાલતા હતા.