પુસ્તક-પત્રની શરતો ભાગ-૨ "રહેવા દે ને તું. તને ના પાડી છે ને કે તારે સામાન નહિ ઉપાડવાનો." પ્રેમ-આક્રોશનાં મિલનસાર ભાવ સાથે જોસેફે કહ્યું. "સારું નહી કરું.કર્યો કરો તમ તમારે એકલા.તમારું કામ" "હા, તે કરીશ એકલો.ભલે નવા ઘરે પહોંચવામાં એક દિવસ મોડુ થાતું પછી."જોસેફ ગુસ્સે થઇ જાય છે.ગુસ્સો પણ વ્હાલનો, કેમ કે વારંવાર જોસેફની ના પાડવા છતાં કામમાં મદદ કરાવવા જીની આતુર હતી. જોસેફે ભાડાનાં ઘરથી તે નવા ઘર સુધી સામાન પહોંચાડવાનું કામ એક લોડ શિફટિં કંપનીને સોંપ્યું હતું.દસના શુમારે કંપનીનો ટ્રક આવી ગયો. શિફટીગ કંપનીનો ટ્રક સાંજના ચાર વાગ્યાનાં શુમારે નવા ઘરે પહોંચ્યો ત્યારે કંપનીના માણસે જોસેફને ફોન કરીને નવા ઘરે બોલાવી દીધો. જોસેફ અને જીની કાર લઇને