આખ્ખા દિવસ ની દોડાદોડ ને ઓફિસની જવાબદારી ઓ મગજમારી સાથે પતાવીને એક-બે કલાક મમ્મી ને મળવા આજે શાલિની એની મમ્મી નાં ઘરે આવી હતી ને આવતાં વેંત જ મમ્મી ખુશ થતાં બોલી," આવી ગઈ મારી મનગમતી મહેમાન ..!! રોકાવાની કે જવાની ? એ કહી દે એટલે મને કેટલું રડવું ઈ ખબર પડે..." મુકતાબેને એની સામે હસતાં હસતાં કહ્યું.એ હસવાનું રોકી ના શક્યાં. એટલે શાલિની બરાબર ચિડાઈ ને એમની સામે આંખો કાઢીને જોઈ રહી.. "સારૂં સારૂં , જગદંબા ખિજાઈશ નહીં...પણ જો જતી રહેવાની હોય તો જરા થોડીવાર હિંમતકાકાને ત્યાં થતી જ્જે, એમનો શિવાંગ કાલે પાસ થઈ ને એન્જિનિયર થઈ ગયો છે