અધ્યાય-19જાદુઈ અલમારી માંથી આવ્યા બાદ બધાજ પરેશાન થઈ ગયા હતા.કારણકે એક નાનો અડધો શબ્દ જે આત્મકથા માંથી મળી રહ્યો ના હતો બે દિવસ વીતી ગયા હતા.વારાફરતી સૌએ તે અડધો શબ્દ શોધવાનો પ્રયત્ન કર્યો કદાચ ચોપડીના છેલ્લા પાને હોય અથવા ચોપડીના પહેલા પાને હોય પણ,કદાચ વચ્ચે પણ ક્યાંય હોઈ શકે છે.આમ આશાઓ જ હતી પણ શબ્દ ક્યાંય નહીં.અર્થ અને તેની સાથે બધાજ કંટાળી ગયા હતા.ઉપરાંત સવારે પણ અર્થને પ્રો.અનંત નું સ્વપ્ન આવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે તું મને જરૂર શોધી શકીશ એવો વિશ્વાસ દર્શાવ્યો હતો અને દરેક સ્વપ્ન ને અંતે એક ઘર જે થોડુંક વિચિત હતું અર્થે આજ સુધી