એય, સાંભળ ને..! - ભાગ 3

  • 3.3k
  • 1
  • 1.4k

ગયા ભાગમાં આપે જોઇ અમારી પહેલી વાર થયેલી એ વર્ષો પછીની બીજી મુલાકાત. હવે આગળ. "અહમ..અહમ..!" અમે ખોવાયેલા હતા એકબીજાની જાદુની જપ્પીમાં, ને પાછળથી અવાજ સંભળાયો, સાથે અમારું પણ ધ્યાન તૂટ્યું. નિધિ અને મીનું પાછળથી ક્યારે આવીને રૂમ બહાર અમને જોઈ રહ્યા હતા, ખબર જ ન પડી. એમના એ 'અહમ અહમ' પછી અમારા બંનેની નજર નમી પડી. બીજું શું કરી શકીએ, બોલવાની હાલતમાં તો હતા નહિ. "અરે નિધિ, તું તો ખરીદી કરવા જવાની હતી ને ? કેમ પાછી આવી ગઈ ?" દિપાલી વાત બદલતા બોલી. "હવે વાત બદલોમા તમે બંને..!" મીનું વચ્ચે બોલી પડી ને એ