આરુદ્ધ an eternal love - ભાગ-૧૫

(39)
  • 3.5k
  • 5
  • 1.8k

"મે આઈ કમ ઇન સર?" અનિરુદ્ધ આજે સવારથી ઓફિસની બહાર હતો. એ જેવો ઓફિસે આવ્યો એવી તરત આર્યા એની ઓફિસમાં ગ‌ઈ. ઘડીભર અનિરુદ્ધ એની સામે જોઈ રહ્યો. એને એની સામે જોઇ રહેવાનું મન થતું. રોજ એ કંઈ ને કંઈ અલગ લાગતી. એને જોતાં જ પોતે નક્કી કરેલું ભૂલી જતો. "મે આઈ કમ ઇન સર?" આર્યાએ એની તંદ્રા તોડી. "યસ..." "સર... એક રીકવેસ્ટ છે." "હં... બોલો." અનિરુદ્ધે એની સામે આખમા આંખ નાખીને જોયું અને આર્યાને ધકધક થઈ રહ્યું. "જી.... જી..... હું..... પેલું...." "કહેશો નહીં તો ખબર કેમ પડશે