પેન્ટાગોન - ૬

(67)
  • 4.9k
  • 9
  • 2.7k

(જંગલમાં જે એમનો વિડિયો ઉતારી રહી હતી એ સના આજ મહેલની વારસદાર હતી, બધા એનાથી મોહિત થઈને એની વાતોમાં લીન હતા ત્યારે કબીરને કોઈ અલગ જ યુવતી દેખાઈ રહી હતી જેનો પાછળ જતા એ કૂવામાં કૂદી પડ્યો હતો...)“કબીર...કબીર... રુક જા મેરે ભાઈ." સાગર કબીરને કૂવાની સાવ પાસે ઉભેલો જોઈ કંઇક અમંગળ બનશે એવું ધારી ચિલ્લાયો હતો અને એની તરફ ભાગ્યો હતો. એ એક ક્ષણ મોડો પડ્યો. જેવો એ કૂવા પાસે પહોંચ્યો કબીર ત્યારે જ કૂદી પડ્યો હતો. કબીર ખૂબ સારો તરવૈયો હતો. કૂવાનું ઠંડુ પાણી શરીરે અડતા જ એ ભાનમાં આવી ગયેલો. પેલી યુવતી જેની પાછળ પાછળ એ આટલે સુધી આવ્યો