પચાસ ટકા

  • 3.2k
  • 934

[29 April – સવારે 7.30 વાગ્યે] “અરે સાંભળો છો ? હવે ક્યાં લગી રેડિયો કાને વળગાડેલો રાખશો ? હાલો જટ, ચા ઠરી જાહે” “મંગુ, લાગે શે સરકાર માઈ-બાપ હવે કૈંક આ લોક-ડાઉનનું કરશે. હવે તો બધી હોપીશો ચાલુ થાય તો હારું, આપણી જેમ કેટલાયના ચુલા ટાઢા હઈશી” “હોવે, હંધાય તમારા જેવા નો હોય. આ સરકાર ને પેલી સંસ્થાઉ વારા બધું દેવા આવે શે, તે એક વાર લઇ આવશો તો કંઈ નાના બાપના નહિ થઇ જાવ” “હવે ક્યાં જાજા દી’ કાઢવાના શે ? આઈજ ઓગન્ત્રીસ તો થઇ, ત્રીસ, પેલી, બીજી અને ત્રીજી... તઈણ દી’ આડા શે” “ભૈશાપ તમે વરી પાશો રકાબીમાં ચા લીધો...? ડોહું હાથ