મહાભારત ના રહસ્યો - દાંગવ આખ્યાન (4)

(43)
  • 9k
  • 4
  • 4.1k

દાંગવ આખ્યાન (4) દાંગવની ઘોડી માટે હવે યુદ્ધ અનિવાર્ય હતું. બે મહાન રાષ્ટ્રો વચ્ચે..! કદાચ ક્યારેય ન થઈ શકે એવું મહાયુદ્ધ એક નાની અમથી વાતમાંથી આવી પડ્યું હતું.એ ભગવાન શ્રી કૃષ્ણને ગમતી વાત ન હતી. પોતાનો એક ગુલામ રાજા અપમાન કરીને એક ઘોડી આપવાની ના કહે..અને અન્ય રાજ્યના શરણે જાય..એ રાજ્ય એટલે હસ્તિનાપુર અને ઇન્દ્રપ્રષ્થ.. સગી ફોઈના દીકરા પાંડવોએ એ દાંગવને શરણે રાખ્યો એ વાત બલભદ્રને બિલકુલ ગમી ન હતી. ક્ષત્રિય ધર્મનું પાલન કરવા માટે પાંડવોને ના છૂટકે આ યુદ્ધ કરવું પડે તેમ હતું એ પણ એક વાસ્તવિકતા હતી..! ભીષ્મપિતાએ આ યુદ્ધની આગેવાની લીધી. ભગવાન શ્રીકૃષ્ણ અને બલભદ્ર