રુદ્ર ની પ્રેમકહાની:-ખંડ 2 - 13

(132)
  • 3.8k
  • 9
  • 2k

રુદ્રની પ્રેમકહાની ખંડ 2 અધ્યાય-૧૩ "મને કેમ એવું લાગે છે કે તમે પોતાની અસલી ઓળખ છુપાવી રહ્યાં છો?" મેઘનાનાં આ શબ્દો સાંભળી રુદ્ર એક ક્ષણ તો અચંબિત થઈ ગયો પણ બીજી જ ક્ષણે એને પોતાની જાત પર કાબુ મેળવી વિનમ્ર ભાવે કહ્યું. "આવું લાગવાનું કારણ જાણી શકું?" "એક સામાન્ય વેપારી આટલો બુદ્ધિશાળી, પ્રખર યોદ્ધા અને વધારામાં આટલો સુંદર કઈ રીતે હોઈ શકે. આ તો કોઈ રાજકુમારના લક્ષણ માલુમ પડે છે." "હવે આ થોડું વધુ થઈ ગયું હોય એવું નથી લાગતું તમને? ક્યાં હું દર દર ભટકતો એક સામાન્ય મનુષ્ય અને ક્યાં કોઈ રાજકુમાર!" રુદ્ર પણ ગાંજ્યો જાય એવો નહોતો. કોઈપણ