સિધ્ધસંત શ્રી ફક્કડાનાથબાપા - ૬

(15)
  • 6.3k
  • 2
  • 2.3k

(રામભાઇ ગઢવી ) એક દિવસ સાંજનો સમય છે, ફક્કડાનાથ બાપા ગામના ભક્ત સમુદાય સાથે જ્ઞાનનો ચર્ચા કરી રહ્યા છે. તેવા સમયે એક અજાણ્યા માણસ જગ્યામાં દાખલ થયા, જય માતાજી , કહી આવનાર વ્યક્તિ ડાયરાને રામરામ કર્યા, ગળામાં માળા પહેરી છે, અને આવીને કહે છે કે, મારે ફકડાનાથ બાપા ને મળવું છે . ફક્કડાનાથ બાપા બોલ્યા પધારો પધારો બાપ, આપતો દેખાવે દેવીપુત્ર લાગો છો. ફક્કડા બાપાએ તેનું નામ પૂછ્યુ, તો એ આવનાર અતિથિ એ કહ્યું, મારું નામ રામભાઈ છે, ફ્કક્ડા બાપુએ કહ્યું કાંઈ કવિતા કાવ્ય જાણો છો ? ત્યારે રામભાઈ એ કહ્યું, હા બાપા ચારણ છું, મા ભગવતીની કાલીઘેલી ભાષામાં