માસૂમ દુઆ

(14)
  • 4.5k
  • 1.9k

** માસુમ દુઆ **શબેકદ્રની તરાહવીની નમાજ અદા કરી થોડીક નફિલ નમાજો પઢી સાબિરા સુવા માટે ગઈ ત્યારે ખાટલામાં તેની પાંચ વર્ષની દીકરી સના જાગતી હતી. સાબિરાએ તેના વાળમાં હાથ ફેરવી તેને ઉંઘવાની દુઆ પઢી સુઈ જવા કહ્યું. સનાએ મોટેથી ઉંઘવાની દુઆ પઢી આંખો બંધ કરી લીધી. સાબિરા પણ પડખું ફેરવી ઉંઘવાની કોશીશ કરવા લાગી પરંતુ ન જાણે કેમ આજે તેની આંખોમાં ઉંઘ ચઢતી ન હતી. તેણે બે ચાર વાર પડખાં ફેરવ્યા તેમ છતાં તેને ઉંઘ ન આવી. તેણે સના સામે જોયું. સના હજુ પણ જાગતી હતી. સાબિરાએ માસુમ સનાના ગાલ પર હાથ ફેરવ્યો. સાબિરાને સનાના ગાલ પર ભીનાશ જેવું લાગ્યું.